Believes in this Islam and the cornerstone of all its efforts is to attain the pleasure of Allah and succeed in the hereafter. Sincerity in all the acts viz. purification of self, reforming the society, establishing social justice etc. is the only prerequisite for their acceptance in the eyes of Allah.

લોકસભા ચૂંટણી ની ગરમાં ગરમી માં તોહિદ ને માનવા વાળાઓ એ ભૂલી જાય છે કી તેમનો પોતાનો પણ એક"દ્રષ્ટિકોણ "છે  ( ઈમાન),તેમનું એક ચાર...

કયારેક આવી રીતે પણ વિચારીએ!


લોકસભા ચૂંટણી ની ગરમાં ગરમી માં તોહિદ ને માનવા વાળાઓ એ ભૂલી જાય છે કી તેમનો પોતાનો પણ એક"દ્રષ્ટિકોણ "છે  ( ઈમાન),તેમનું એક ચારિત્ર્ય (પર્સનાલિટી ) અને કિરદાર છે અને ન્યાય અને ઇન્સાફ ને કાયમ કરવાની જવાબદારી સામૂહિક રીતે આપણી છે - "ચાલો તમે તે તરફ હવા હોય જે તરફ" મુહાવરા ની માફક આપણે અને આપણી નસ્લ બીજાની પૂછં પકડી ને ઉમ્મીદ લગાવી ને બેસી છે કે આપણા પ્રસ્નો નું નિરાકરણ થઈ જશે-  આઝાદી થી લઈને અત્યાર સુધી આજ પ્રેક્ટીસ આપણે કરી રહ્યા છીએ અને લગાતાર આપણે પાછળ જઈ રહ્યા છીએ'  એક વખત પણ એ નથી વિચાર્યું કે જેવી રીતે આપણી"નમાઝ ની વ્યવસ્થા" છે "ઝકાત ની વ્યવસ્થા" છે" વેપાર ની વ્યવસ્થા"છે સમાજ ની વ્યવસ્થા" છે"અખલાકિયાત ની વ્યવસ્થા" છે " શિક્ષણ ની વ્યવસ્થા" છે  એવી જ રીતે એક "રાજકીય વ્યવસ્થા" પણ છે જેને આપણે "ઈસ્લામી ખિલાફત ની વ્યવસ્થા" કહિયે છીએ, તેની માટે જાણકારી મેળવવી, વિચારવું, તેને કાયમ કરવાની કોશિસ કરવી તે ખરેખર સવાબ છે,  પરંતુ આપણી "એક બીજાના રંગ મા રંગાઈ જવાની" આદતે આપણી આ વ્યવસ્થા ને પાછળ ધકેલી દે છે - લોકો ઈસ્લામી પરિભાષા નો ઉપયોગ મનફાવે તે રીતે જેની કોઈ હેસિયત નથી તેવી વસ્તુઓ માટે કરે છે, શહીદ ની પરિભાષા નો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે, મગફિરત અને જન્નત ની દુવાઓ કોની માટે મંગાઈ રહી છે,વોટ આપી રહ્યા છો તો આપતા રહો, ફર્જ, વાજીબ, નેઅમત, અમાનત, અને શહાદત ની પરિભાષા ને ખુદા ના વાસ્તે ગંદી ન કરીએ-
જે લોગો ભારત ની હુકુમત ને ઈસ્લામી નિઝામે હુકુમત સમજે છે એમની માટે વોટ આપવો અમાનત, શહાદત, વાજીબ અને ફર્જ્ હોય શકે છે, પરંતુ શું આ નિઝામે હક્ છે ? જેની માટે આ અગત્યની પરિભાષા ની  બેઇજ્જતી ન કરવી જોઈએ,આપણી, ઈસ્લામી શરિયત ભાગ્યે જ તેની પરવાનગી આપતી હશે -

ઝિયાઉદ્દીનસિદ્દીકી
સેક્રેટરી જનરલ
વેહદત એ ઈસ્લામી હિંદ

#MillatAwareness #WahdatVision #WV_05

0 comments: